ગુજરાત નો દરિયાકિનારો
Ø
ભારતમાં ગુજરાતનો દરિયાકિનારો સૌથી લાંબો દરિયાકિનારો
૧૬૦૦ કિ.મી (૯૯૦ માઇલ) છે.
Ø
ભારતના કુલ ૩૦% બંદરો ગુજરાતમાં છે.
Ø
ગુજરાતમાં મત્સય ઉધોગ, મીઠાનો ઉધોગ અને જહાજ
ભાંગવાના ઉધોગનો વિકાસ થયો છે.
Ø
ગુજરાતમાં કુલ ૪૩ બંદરો આવેલા છે. જેમાં કંડલા
બંદર free trade zone બંદર છે
જેનો વહીવટ કેન્દ્ર સરકાર હસ્તક છે જ્યારે બાકીના બંદરોનો વહીવટ ઇ.સ.૧૯૮૨ થી
ગુજરાત મેરી ટાઇમ બોર્ડ હસ્તક છે.
Ø
ગુજરાત બંદરે ૨ અખાત આવેલા છે. ૧) કચ્છનો અખાત ૨)
ખંભાતનો અખાત
ગુજરાતના દરિયાકિનારાને ત્રણ ભાગમાં વહેચવામાં
આવ્યો છે.
૧) કચ્છનો દરિયાકિનારો
·
કચ્છનો દરિયાકિનારો ૪૦૬ કિ.મી લંબાઇ ધરાવે છે.
·
કોરિનાળ : સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ જે લગુન
તરીકે જાણીતો છે.
·
કોટેશ્વરથી જખૌ : સપાટ,કાદવકીચડ વાળો અને ક્ષારીય
·
જખૌથી માંડવી : નાની રેતાળ ટેકરીઓ આવેલ છે જે
લગુન તરીકે જાણીતો છે.
·
માંડવીથી કંડલા : સપાટ,કાદવકીચડ વાળો
૨) સૌરાષ્ટ્રનો
દરિયાકિનારો
·
કંડલાથી દ્રારકા : ખાંચાખુંચીવાળો પ્રદેશ
·
પરવાળા(પીરોટન) ના ટાપુઓ : ભારતનો સૌ પ્રથમ દરિયાઇ
નેશનલ પાર્ક(મરીન નેશનલ પાર્ક)
·
દ્વારકાથી વેરાવળ : સિલિકાયુકત રેતીના લીધે
સિમેંટ ઉધોગનો વિકાસ થયો છે.
·
વેરાવળથી ગોપનાથ : મત્સ્ય ઉધોગ વિકાસ પામ્યો છે.
૩) તળ
ગુજરાતનો દરિયાકિનારો
·
મહીથી ઢાઢર : કાંપથી પુરાયેલો દરિયાકિનારો
·
દહેજથી હજીરા : અંકલેશ્વર તેલક્ષેત્રના લીધે
દરિયાકિનારે વિકાસ થયો છે.
·
હજીરાથી ઉમરગામ : નદીઓના કાંપને લીધે જોઇએ એવો
વિકાસ થયો નથી.
* ગુજરાતમાં કુલ ૧૫ રાજ્યો દરિયાઇ સીમા
સાથે જોડાયેલા છે.
૧) કચ્છ ૨) અમદાવાદ ૩) મોરબી ૪) જામનગર ૫)
દેવભૂમિ દ્વારકા ૬) પોરબંદર ૭) જૂનાગઢ ૮) ગીર સોમનાથ ૯) અમરેલી ૧૦) ભાવનગર ૧૧)
ભરૂચ ૧૨) આણંદ ૧૩) સુરત ૧૪) નવસારી ૧૫)વલસાડ
* ગુજરાતમાં ૧૧ મધ્યમકક્ષાના અને ૩૧ નાના બંદરો
આવેલા છે.
No comments:
Post a Comment